મહે. નેનપુર ગામે ઔડાના વિવિધ કામોનું ધારાસભ્યશ્રી એવા અર્જુનસિંહ ચૌહાણના હસ્તે કરાયું ખાતમુહર્ત. ઔડાના રૂ. 25 લાખના કામોનું ખાતમુહર્ત પ્રસંગે ધારાસભ્યશ્રી સાથે તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઈ ડાભી,પૂર્વ ધારાસભ્યશ્રી ગૌતમસિંહ ચૌહાણ જેવા અનેક મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ધારાસભ્ય તૅમજ ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવોનું સરપંચશ્રી તૅમજ ગ્રામજનો દ્વારા ફુલહારથી સ્વાગત તૅમજ સન્માન કરવામાં આવ્યું હતું.ગ્રામજનોએ માન્યો સૌનો આભાર.