સુરત ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે પુણાગામ ખાતે આવેલા મગોબ સ્થિત ખુલ્લા પાર્કિંગ માં છાપો માર્યો હતો.જ્યાંથી એક ફોર વ્હીલ ટેમ્પો મળી આવતા તેમાં તપાસ કરાઈ હતી.ટેમ્પોની બોગી માં ચોરખાના બનાવી વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડવામાં આવ્યો હતો.જ્યાંથી નરેન્દ્ર ઉર્ફે નારાયણ નાગપુરે ની ધરપકડ કરી કુલ 10 લાખથી વધુની મત્તા નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોણે સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.