ભાવનગર સાયબર ક્રાઇમ સેલની જાણના આધારે બુધેલ SBI બેંક બ્રાન્ચમાં આવેલ એક એકાઉન્ટની તપાસ હાથ ધરતા “ચામુંડા ફાઇનાન્સ” નામે ચાલતા આ એકાઉન્ટમાં દેશના વિવિધ રાજ્યોમાંથી સંકલન પોર્ટલ પર નોંધાયેલા કુલ 11 સાયબર ફ્રોડ કેસના રૂપિયા કુલ ₹7.97 લાખ જમા થયા હતા. આ રકમ ચેક મારફતે વારંવાર ઉપાડી સગેવગે કરાઈ હોવાનું બહાર આવ્યું છે, આ મામલે ઉખરલા ગામના ખાતાધારક નરેન્દ્રસિંહ ગોહિલની ધરપકડ કરવામાં આવી