વંથળી: ગૌચર મુદ્દે લુવારસર ગામના મહિલા સરપંચ તેના પતિ,પુત્ર,દિયર પર ત્રણ શખ્સોનો હુમલો,પોલીસે તપાસ હાથ ધરી
વંથલી તાલુકાના ગામનો બનાવ સામે આવ્યો છે. ગૌચર મુદ્દે મહિલા સરપંચ તેના પતિ,પુત્ર અને દિયર પર ત્રણ શખ્સો દ્વારા હુમલો કરાતા પોલીસ ફરિયાદ નોંધાય છે. દિયર ને બચાવવા વચ્ચે પડતા મહિલાને છરી મારી હતી. આ બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને ફરિયાદના આધારે વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.