થાનગઢ: થાનગઢના પ્રેમ પોટરી વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો
થાનગઢ સ્થાનિક પોલીસ મથક નો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તેવા સમયે પ્રેમ પોટરી પાસે રહેતા કેતન ઉર્ફે મલમ વિરજીભાઈ પરમાર પોતાના રહેણાંક મકાનની સામે ખુલ્લા પ્લોટમાં બાવળની ઝાડીમાં વિદેશી દારૂની બોટલ છુપાવેલી હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે દરોડો કરી 81 નંગ વિદેશી દારૂની બોટલ કિંમત 8100 રૂપિયાની જપ્ત કરી કેતન ઉર્ફે મલમ વિરજીભાઈ પરમાર વિરુધ થાનગઢ પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.