અબડાસા: નલિયામાં ૧૩.૫ ડિગ્રી તાપમાન સાથે સીઝન સૌથી ઠંડો દિવસ રહ્યો
Abdasa, Kutch | Nov 16, 2025 કચ્છમાં આજે શિયાળાની સત્તાવાર અસર વર્તાઈ હતી અને ઠંડીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. આ દરમિયાનમાં નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૧૩.૫ ડિગ્રી સુધી નીચે ઉતરતાં જિલ્લામાં વર્તમાન સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો.