મુળી: સરા ધ્રાંગધ્રા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત
મુળી તાલુકાના દાધોલિયા ગામના પરિવાર ધ્રાંગધ્રા ખાતે હોસ્પિટલ જતા હોય તેવા સમયે મંગળવારે મોડી રાતે પરિવારની કાર ચિત્રોડી ગામ નજીક ઓવર બ્રીજની કામ ચાલતું હોય જ્યાં દશ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી આ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત નીપજ્યા હતા જ્યારે બે સભ્યોને ગંભીર ઇજા હોવાથી સારવાર હેઠળ ખસેડાયા હતા ઘટનાને લઈ કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.