પારડી: પારડી હાઈવે પર 13.82 લાખનો દારૂ જપ્ત, એક ઈસમ ઝડપી
Pardi, Valsad | Sep 18, 2025 વલસાડ એલસીબી ટીમે ગુપ્ત માહિતીના આધારે પારડી નેશનલ હાઈવે નં. 48 પર તુલસી હોટલ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ઇશર ટેમ્પો (નંબર GJ-23-AW-3373) રોકી તપાસ કરતાં પાછળ બનાવેલા ચોર ખાનામાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો. પોલીસે 146 બોક્સમાંથી કુલ 4032 બોટલ, કિંમત રૂ. 13.82 લાખનો દારૂ જપ્ત કર્યો હતો.