રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા ખાતે સ્વચ્છતા અંગે સ્પર્ધાના વિજેતાઓ જાહેર કરી સર્ટિફિકેટ એનાયત કરાયા
Rajkot, Rajkot | Jul 3, 2024 રાજકોટ મહાનગરપાલિકા ખાતેથી જાણવા મળતી માહિતી અનુસાર “સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪” સ્વચ્છ હોટલ, સ્વચ્છ હોસ્પિટલ, સ્વચ્છ સ્કુલ, સ્વચ્છ માર્કેટ એસો., સ્વચ્છ સરકારી કચેરીઓ, સ્વચ્છ રેસીડેન્સ વેલ્ફેર એસોસિએશન/મોહલ્લા તથા સ્વચ્છ વોર્ડ, સ્વચ્છતા ચેમ્પિયન મેન/વુમેન વગેરે કેટેગરીમાં સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધાના વિજેતાઓ જાહેર કરી, સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત ઉપસ્થિત રહ્યા હતા.