સાપુતારા વેકેશન ફેસ્ટિવલ-૨૦૨૫ના આયોજનથી લાભપાંચમ પછી પણ પ્રવાસીઓનો ધસારો
Ahwa, The Dangs | Oct 28, 2025 'સાપુતારા પ્રવાસ હવે બારેમાસ' સૂત્રને સાર્થક કરતા આ વેકેશન ફેસ્ટિવલમાં લાભ પાંચમ પછી પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આ ફેસ્ટિલ અંતર્ગત સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ પ્રવાસીઓએ મંડપને હાઉસફૂલ કરી દીધો હતો. કાર્યક્રમમાં કલાવૃંદ દ્વારા રજુ કરવામાં આવેલ સિદ્દી ધમાલ નૃત્યમાં પ્રવાસીઓ પણ મન મુકીને નાચ્યા હતા.