આજે તારીખ 08/12/2025 સોમવારના રોજ સાંજે 4 કલાકે આપેલ માહિતી અનુસાર ગુજરાત બાર એસોસિએશનના માર્ગદર્શન હેઠળ ઝાલોદ બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હતી. આ ચૂંટણીમાં તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ખાસ કરીને આર. જી. રાવત ફરી એકવાર પ્રમુખ તરીકે ચૂંટાતા વકીલ મંડળમાં ઉત્સાહનું માહોલ સર્જાયો છે.