ભાવનગર ઘોઘા રોડ પોલીસ મથક ખાતેથી જણાવ્યા અનુસાર ઘોઘા રોડ પોલીસ મથકની ટીમ પોતાના પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે એક મહિલાના ઘરે રેડ કરાતા વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. જે અંગે પોલીસે મહિલા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી