ધ્રાંગધ્રા ડીવીજન નાં 6 પોલીસ સ્ટેશનો મા દ્વારા કબ્જે કરાયેલા વાહનો ની હરાજી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે ટ્રાફિક હેડલ દ્વારા કબ્જે કરાયેલા વાહનોની ભવ્ય જાહેર હરાજી યોજાઈ હતી આ હરાજીમાં કુલ 148 વાહનો મુકવામાં આવ્યા હતા, જેમાં 130 ટુ-વ્હીલર, 10 થ્રી-વ્હીલર અને 8 ફોર-વ્હીલરનો સમાવેશ થતો હતો આ જાહેર હરાજી દ્વારા સરકારને કુલ રૂ. 19 લાખ 27 હજારની નોંધપાત્ર આવક પ્રાપ્ત થઈ છે