થાનગઢ: થાનગઢના વોર્ડ નંબર 1માં ગંદા પાણીનું સામ્રાજ્ય
થાનગઢના વોર્ડ નંબર 1માં છેલ્લા કેટલાય સમયથી ગટરોના ઉભરાતા ગંદા પાણીને લીધે સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે આ અંગે વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ નહીં આવતા ગંદકીના લીધે ચો તરફ બીમાર દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે તાત્કાલિક ધોરણે ગટરોના ગંદા પાણી દૂર કરી સ્વચ્છતા જાળવવા સ્થાનિકોએ તંત્રને અપીલ કરી છે.