ઓલપાડ: 28 સપ્ટેમ્બરે કામરેજમાં 7 જિલ્લાના ખેડૂતોની સમસ્યાઓ પર થશે ચર્ચા,સાંધીએર ખાતે મળી બેઠક.
Olpad, Surat | Sep 14, 2025 દક્ષિણ ગુજરાતના ખેડૂતોની વિવિધ સમસ્યાઓને વાચા આપવા માટે ખેડૂત સમાજ ગુજરાત દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આગામી 28 સપ્ટેમ્બર 2025ના રોજ કામરેજ ખાતે NH-48 પાસે ગાય પગલા વિસ્તારમાં બપોરે 1 વાગ્યે 'ખેડૂત ચેતના મહાસંમેલન' યોજાશે. મહાસંમેલનમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના ખેડૂતોની સમસ્યાઓ પર ચર્ચા થશે. મુખ્ય મુદ્દાઓમાં વીજ ટાવર લાઈન, ઘલા અને લીગનાઈટ માઈન પ્રોજેક્ટ વિવિધ મુદે ચર્ચાઓ થઈ હતી.