જૂનાગઢ: જલારામ બાપાની 226 મી જન્મ જયંતી નિમિત્તે ઝાંઝરડા બાયપાસ નજીક જલારામ ભક્તિધામ ખાતે ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ
જલારામ બાપાની 226 મી જન્મ જયંતી નિમિત્તે જૂનાગઢના ઝાંઝરડા બાયપાસ નજીક આવેલ જલારામ ભક્તિધામ ખાતે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જલારામ બાપાના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી. જન્મ જયંતી નિમિત્તે પ્રસાદનું પણ આયોજન કરાયું હતું.દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.