મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ ડાંગ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી શાલિની દુહાનના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ હાથ ધરવામાં આવી રહેલ છે. જે અંતર્ગત ડાંગ જિલ્લામાં SIR ની EF વિતરણ અને ડિજિટાઇઝેશનની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થતાં આજરોજ માલેગામ ખાતે તમામ BLO તથા સુપરવાઝરશ્રીઓની રિફ્રેશમેન્ટ તાલીમ યોજાઇ હતી.