શહેરના જૂનીગડી નજીક આવેલી મસ્તાન બાબા દરગાહ ખાતે મસ્તાન બાબા દરગાહ કમિટી દ્વારા મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું,કેમ્પ દરમિયાન ફિઝિશિયન ડોક્ટર દ્વારા કન્સલ્ટન્સી,આંખોની તપાસ,કસરત વિભાગ,પ્રસૂતિ અને સ્ત્રીરોગની તપાસ,લોહીમા શુગરની ટેસ્ટ,તેમજ આયુર્વેદિક અને પંચકર્મ તપાસ તથા સારવાર જેવી સર્વિસીસ પૂરી પાડવામા આવી હતી.તેથી સાથે બાળકોના સ્વાસ્થ્યની નિશુલ્ક તપાસ પણ કરવામા આવી હતી.આ મેડિકલ કેમ્પનો વિસ્તારના લોકો દ્વારા ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો.