કામરેજ: કામરેજ ચારરસ્તા રસ્તા પર રખડતા ઢોરને લઈને સામાજિક કાર્યકર કિશોરભાઈ એ આપી પ્રતિક્રિયા
Kamrej, Surat | Sep 21, 2025 કામરેજ વિસ્તારમાં રખડતા ઢોરોની સમસ્યા દિવસે દિવસે વધુ ગંભીર બનતી જાય છે. જાહેર માર્ગો, સોસાયટી અને શોપિંગ સેન્ટરના પાર્કિંગમાં રખડતા ઢોરોની સંખ્યા સતત વધી રહી છે.આ સમસ્યાના સમાધાન માટે સ્થાનિક અને સામાજિક અગ્રણી કિશોર કંથારીયા અને જયેશ ઉમરેકરે કામરેજ મામલતદાર અને ટીડીઓને લેખિત રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે રખડતા ઢોરોના કારણે શાળાએ જતા બાળકો, રાહદારીઓ અને વાહન ચાલકોને રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.