સંજેલી: સંજેલી:ભામણ ગામ ખાતે આપ પ્રદેશ સંગઠન મંત્રી નરેશ બારિયાના અધ્યક્ષ સ્થાને જનસભાનું આયોજન કરાયું
Sanjeli, Dahod | Nov 8, 2025 આજે તારીખ 08/11/2025 શનિવારના રોજ બપોરે 1 કલાકે સુધીમાં સંજેલી તાલુકાના ભામણ ગામ ખાતે આજે આપ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશ બારિયાના અધ્યક્ષ સ્થાને જનસભાનું આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમમાં સંજેલી તાલુકા પ્રમુખ અલ્પેશ ચારેલ સહિત અનેક આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.સભા દરમિયાન ગ્રામ વિકાસ,શિક્ષણ અને યુવા સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી આગામી આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.