વલસાડ ઉત્તર વન વિભાગ હેઠળના ચીખલીના ગોડથલ વિસ્તારમાંથી ખેરના લાકડા ભરેલી એક ટ્રક મહારાષ્ટ્રમાં ઝડપાઈ છે. આ ઘટનાને કારણે વન વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.આ મામલાની તપાસ માટે સુરત સર્કલના સીએફ અને ડીસીએફ સહિતના ઉચ્ચ અધિકારીઓ ચીખલી પહોંચ્યા હતા. જોકે, વલસાડ ઉત્તરના ડીસીએફ લોકેશ ભારદ્વાજ મીડિયાને કોઈ માહિતી આપ્યા વિના જ રવાના થઈ જતાં રહસ્ય વધુ ઘેટું બન્યું છે.