કપરાડા: માલઘર કાસદા ફળિયાના કોઝવે પુલ ઉપર વરસાદી પાણી ફરી વળ્યું, વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકી#Jansamasya
Kaprada, Valsad | Sep 28, 2025 માલઘર ગામના કાસદા ફળિયામાંથી પસાર થતી દમણ ગંગા નદીના કોઝવે પુલ ઉપર વરસાદી પાણી ફરી વળ્યું હતું, જેથી ફળિયાના 450 જેટલા લોકોને અવર જવર માટે ભારે હાલાકી પડી રહી છે, જોકે ગતરોજથી પડી રહેલા અવિરત વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા હોવાની માહિતી મળી રહી છે, ત્યારે કાસદા ફળિયા પાસે ઉંચો અને મોટો પુલ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.