રાજકોટ: સંતોષી નગર મેઇન રોડ પર રહેતા બે ભાઈઓ પર હુમલો કરવામાં આવ્યો
Rajkot, Rajkot | Jul 3, 2024 આજરોજ સામે આવતી માહિતી અનુસાર રાજકોટ શહેરના સંતોષી નગર મેઇન રોડ પર શંકર ટેકરીમાં રહેતા હિતેશભાઈ તેમજ કિશનભાઇ બંને ભાઈઓ પોતાના ઘરે હોય જે દરમિયાન કિશન દેવજીભાઈ તેમજ તેની સાથે અજાણ્યા શખ્સોએ આવ્યા હતા અને બંને ભાઈઓ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરનાર બકાલા ના પૈસા માંગતો હોય જે બાબતે આ બંને ભાઈઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.