વાંસદા: વાંસદા ધારાસભ્ય અનંત પટેલનો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ખુલ્લો પત્ર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56 ની જર્જરિત હાલતમાં
Bansda, Navsari | Oct 29, 2025 વાંસદા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અનંતકુમાર એચ. પટેલે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-56 ની અત્યંત ખરાબ હાલત અંગે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને ખુલ્લો પત્ર લખી કડક ચેતવણી આપી છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે આદિવાસી વિસ્તાર માટે જીવનરેખા સમાન આ હાઇવે એક વર્ષથી વધુ સમયથી ખાડાઓ અને જોખમભરી સ્થિતિમાં છે, છતાં સરકારી તંત્ર દ્વારા કોઈ કાયમી સમારકામ કરવામાં આવ્યું નથી. ધારાસભ્યએ આ અન્યાયને “આદિવાસી સમાજ સાથેનો ઘોર અન્યાય” ગણાવ્યુ.