મંગળવારે અઠવા પોલીસ સ્ટેશન હદમાં આવતા અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને હોમગાર્ડના જવાનો દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવ્યું હતું.ડીસીપી નિધિ ઠાકુર ની અધ્યક્ષતામાં યોજાયેલ ફ્લેગમાર્ચ માં મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ જવાનો જોડાયા હતા.જ્યાં ડીસીપી નિધિ ઠાકુર,એસીપી અને અઠવા પીઆઇ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.ઉતરાયણ ને ધ્યાનમાં લઈ આ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરાયું હતું.