પુણા: અમિતશાહ પહેલા નોરતે આવશે સુરત,ઇસ્કોન મંદિરના પ્રમુખ મૂર્તિમાન દાસે આપી વધુ જાણકારી,સાંભળો
Majura, Surat | Sep 20, 2025 કેન્દ્રીય ગૃહમંત્રી અમીતશાહ ગુજરાતના સુરત આવી રહ્યા છે. પહેલા નોરતે ગૃહ મંત્રી અમિત શાહ સુરત ખાતે આવવાના છે. વરાછા સ્થિત ઇસ્કોન મંદિર ના ભૂમિ પૂજનમાં તેઓ હાજરી આપવામાં છે.રૂપિયા 101 કરોડ ના ખર્ચે મંદિર તૈયાર કરવામાં આવશે.કોસમાડા એનથમ સર્કલ ખાતે મંદિર નું નિર્માણ થવાનું છે.2.1 એકરમાં આ મંદિર પથરાયેલું હશે.સ્ત્રી સશક્તિકરણ માટે મહિલા રોજગાર કેન્દ્ર પણ બનશે.જ્યાં મંદિર ની અંદર આરોગ્ય લક્ષી ક્લિનિક પણ હશે.ગરીબોને દૈનિક મફતમાં ભોજન પણ આપવામાં આવશે.