દાંતીવાડા: વાઘરોલ ગામની સીમમાંથી દારૂ ભરેલી કાર ઝડપી એક શખ્સની એલસીબીએ અટકાયત કરી,14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત.
બનાસકાંઠા એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે દાંતીવાડાના વાઘરોલ ગામની સીમમાંથી દારૂ ભરેલી કાર ઝડપીને કારમાં બેઠેલા શખ્સની અટકાયત કરી છે જોકે ચાલક ફરાર થઈ જતા બંને વિરુદ્ધ દાંતીવાડા પોલીસમાં મથકે ફરિયાદ દાખલ કરાઈ હોવાની જાણકારી આજે મંગળવારે સાંજે 7:30 કલાકે આપી છે.