ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકા દ્વારા એક દિવસ માટે brts અને સિટી બસના તમામ રુટ બંધ રાખવા નિર્ણય કર્યો છે.જ્યારે 15 જાન્યુઆરીએ 30 ટકા રૂટ ચાલુ રાખવા જાહેરાત કરી છે.ઉતરાયણ પર્વ દરમ્યાન brts રૂટ પરથી ટુ વ્હીલ વાહનો પસાર થતા હોય છે.કેટલાક લોકો પતંગ ચગાવતા અને પકડવા દોડતા હોય છે.જેના કારણે અકસ્માત થવાની ભીતિ રહેલી હોય છે.જેને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરાયો છે.જેના કારણે 70 ટકા મુસાફરો પ્રભાવિત થવાની ભીતિ રહેલી છે.