વડોદરા: સંવાદ કવોટર્સ ખાતે યુવક પર જીવલેણ હુમલો કરનાર ચાર શખ્સો ઝડપાયા,ઉઠક બેઠક કરાવી પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા
વડોદરા : વડોદરા શહેરના સંવાદ ક્વોટર્સમાં રાત્રિના સમયે એક યુવક પર કેટલાક ઈસમોએ ચપ્પુના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બનાવ અંગે વારસિયા પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સીસ ના આધારે યુવક પર જુલણ હુમલો કરનાર આજવા રોડ બાપોદ અને વારસિયા રિંગ રોડ ઉપર રહેતા ચાર ઈસમોની અટકાયત કરી કાન પકડાવી ઉઠક બેઠક કરાવી કાયદાના પાઠ ભણાવ્યા હતા.