પાલનપુર તાલુકાના ટાકરવાડા ખાતે બે દિવસ અગાઉ જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ગઢ પોલીસે ઉકેલી આજે મંગળવારે 10:00 કલાકે એક આરોપીની અટકાયત કરી પૂછપરછ દરમિયાન આરોપી પાસેથી ચાંદીના દાગીના અને સિલાઈ મશીન સહિત 28,200 રૂપિયાનો મુદ્દા માલ કબજે લઈ આરોપીને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે