ઉમરપાડા: સાદડાપાણી ગામેથી મુંગા પશુઓ ભરેલી પીકઅપ ઝડપી પાડી : પોલીસે કુલ ૩ લાખ ૯૨ હજારનો મુદ્દામાલ કબ્જે લીધો
મળેલ બાતમીના આધારે સાદડાપાણી ત્રણ રસ્તા પર વોચ ગોઠવી દીધી હતી. જે દરમ્યાન ઉપરોક્ત બાતમી વાળી પીકઅપ ત્યાં આવી પહોંચતા પોલીસે જેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પીકઅપનાં ચાલકે દુરથી જ હાજર પોલીસ કર્મીઓને જોઇને પીકઅપ બનાવનાં સ્થળે જ મુકીને ફરાર થઇ ગયો હતો. ત્યારે પોલીસે પીકઅપની પાછળનાં ભાગે તપાસ કરતા બે ગાય અને સાત નાના મોટા વાછરડાઓ મળી કુલ ૯ મુંગા પશુઓ ખીચોખીચ હાલતમાં બાંધેલા જણાઇ આવ્યા હતા.