કપડવંજ: નવાપુરાના આચાર્ય અને BLO નુ હાર્ટ એટેકથી મોત,BLO ની કામગીરીના ભારણથી મૃત્યુ થયું હોવાનો પરિવારનો આક્ષેપ.
કપડવંજ તાલુકાના નવાપુરા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અને BLO રમેશભાઈ પરમાર નું હૃદય રોગના હુમલા થી મૃત્યુ થયું છે ત્યારે પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે બી.એલ.ઓની કામગીરીના કારણે ડિપ્રેશનના કારણે હૃદય રોગના હુમલાથી રમેશભાઈ નું મૃત્યુ થયું છે સતત મોડી રાત સુધી BLO ની કામગીરી કરવી પડતી હતી. જેથી રમેશભાઈનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે હાલ રમેશભાઈના મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.