જૂનાગઢ: જુનાગઢ તાલુકાના પ્લાસવા ગામની સીમમાંથી 4.60 લાખનો દારૂ ઝડપાયો
જૂનાગઢ તાલુકાના પ્લાસવા ગામની સીમમાંથી LCB એ દરોડો પાડી 4.60 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. LCB એ દારૂ અને મેટાડોર મળી કુલ 8.67 લાખનો મુદ્દામાલ કબજે કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ છે. જ્યારે હાજર નહીં મળી આવેલ ગાંધીગ્રામ વિસ્તારના ઋત્વિક ભીમાભાઈ કોડિયાતરની શોધખોળ હાથ ધરી છે.