કપરાડા: ચીવલમાં નવરાત્રી પર્વ નિમિત્તે તડામાર તૈયારી, ખેલૈયોમાં ભારે ઉત્સાહ
Kaprada, Valsad | Sep 22, 2025 ચીવલ પીપળી ફળિયામાં નવરાત્રી પર્વ નિમિત્તે શ્રી જય અંબે યુવક મંડળ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે, માતાજીના મંદિરે લાઇટિંગ, ડેકોરેશન સાથે તોરણો બાંધી આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, ત્યારે સ્થાનિક મંડળના યુવાનો અને ખેલૈયોમાં ભારે નવરાત્રી પર્વ નિમિત્તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.