અંજાર શહેરના દેવળિયા નાકા વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં ત્રણ ભાણેજ સહિત ચાર જણે મામા આમદ ઇસ્માઇલ નોડે (ઉ.વ. 65) ઉપર હુમલો કર્યો હતો, જેમાં વૃદ્ધનું મૃત્યુ થયું હતું. અને હત્યાના બનાવના પગલે પોલીસ બેડામાં ભારે દોડધામ મચી હતી.પોલીસે આ બનાવ અંગે વિધિવત રીતે ગુન્હો નોંધી તપાસ આરંભી છે. પોલીસ દ્વારા બનાવ સ્થળે ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.