ધ્રાંગધ્રા: ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન પોલીસકર્મી,હોમગાર્ડ પર કાર ચડાવવાનો પ્રયાસ બોલેરો ચાલક સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો
ધ્રાંગધ્રા શહેરમાં કોંઢ રોડ વજ વ્રજવિહાર શાળા પાસે ટ્રાફિક કામગીરી દરમિયાન પોલીસકર્મી અને હોમગાર્ડ જવાન પર બોલેરો કાર ચાલકે કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનામાં બંનેને ઈજાઓ પહોંચી હતી પોલીસે કાર ચાલક સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.