બાવળા: ધોળકા ખાતે ટેકરીયા હનુમાન વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ગટરલાઈનનું કામ શરૂ કરાયું
ધોળકા ખાતે ટેકરીયા હનુમાન મંદિર વિસ્તારમાં ઉભરાતી ગટરોની સમસ્યાથી લોકો ત્રાસી ગયા છે, ત્યારે આ સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માટે આજરોજ તા. 15/09/2025, સોમવારે બપોરે 12 વાગ્યાથી ધોળકા નગરપાલિકા દ્વારા નવી ગટર લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેનાથી ટેકરીયા હનુમાન મંદિર વિસ્તાર, આદેશ સોસાયટી સહિતના વિસ્તારના લોકોને રાહત થશે.