મુન્દ્રા: મોટા કપાયા પાસે અકસ્માત સર્જાતાં યુવાનનું મોત
Mundra, Kutch | Oct 26, 2025 મુન્દ્રા તાલુકાના મોટા કપાયા પાસે અકસ્માત સજાતાં યુવાનનું મોત નીપજ્યું હતું. આ અંગે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોટા કપાયા ગામના નરેન્દ્રભાઇ હરજીભાઈ ચૌહાણનો તા.૨૨નાં રાત્રે ૮ વાગ્યાના અરસામા મોટા કપાયા પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં નરેન્દ્રભાઈને ગંભીર ઈજા થતાં તેમને ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.