વડનગર સિવિલથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સિવિલ સુપરિન્ટેંડેટ લાંચ લેતા ઝડપાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. કોંટ્રાક્ટની ગાડીનું બિલ મંજુર કરવા માટે લાંચ માગી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે તો મહેસાણા એ.સી.બીએ છટકું ગોઠવીને સિવિલ સુપરિન્ટેંડેટ હર્ષિત પટેલને પકડ્યા હોવાનું સામે આવી રહ્યું છે. સિવિલ સુપરિન્ટેંડેટ લાંચ લેતા ઝડપાયા હોવાની વાતથી સમગ્ર વડનગરમાં ચકચાર ફેલાય છે તો શહેર તાલુકામાં ચર્ચાનો દોર અણ શરું થયો છે.