ગાંધીધામના મચ્છુનગર નજીક વેરહાઉસમાં કામ કરતાં 20 વર્ષીય શ્રમિક શિશુપાલ સંજય પાસવાનની શુક્રવારે હત્યા થઈ હતી. કામ વધુ ઓછું કરવા મુદ્દે મૃતકની સાથે કામ કરતા બે કિશોરો વચ્ચે બોલાચાલી થઈ હતી. આરોપીઓએ લોખંડના સળિયાથી બનાવેલા દેશી કટ્ટા જેવા હથિયારથી ફાયરિંગ કરી તેમજ ગળા-છાતીમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. શનિવારે મૃતદેહ મળતાં પોલીસે તપાસ કરી બંને કિશોરોને ઝડપી લીધા હતા.