વસો: અલીન્દ્રા દૂધ ઉત્પાદક મંડળીમાં તસ્કરો ખેલ કરી ગયા.
Vaso, Kheda | Sep 18, 2025 નડિયાદમાં હજી ચોરીના બનાવની 24 કલાક પણ નથી થયા ત્યારે બસો તાલુકાના અલિન્દ્રા દૂધ ઉત્પાદકો મંડળીમાં ચોરીનો વધુ એક જ સામે આવ્યો છે. ગુરુવારે સવારે દૂધ મંડળી ખોલતા મંડળીનું કબાટ ખુલ્લુ અને બંને તિજોરીઓ તૂટેલી હાલતમાં જોવા મળી હતી. તપાસ દરમિયાન રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ ઘૂસી ચોરી કરી હોવાનું સામે આવ્યું હતુ. સમગ્ર મામલે વસો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.