ટંકારા: ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ગિરીશ સરૈયાને વધારાનો હવાલો સોંપાયો
Tankara, Morbi | Sep 17, 2025 ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે અધિકારી ગિરીશ આર. સરૈયાને ફરી એકવાર વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ આદેશ પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓની કચેરી, રાજકોટ ઝોનના મહેશ એસ. જાની (IAS) દ્વારા જારી કરવામાં આવ્યો છે.