ઝાલોદ: ઝાલોદ વિધાનસભા ભાજપનું સ્નેહ મિલન રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારાની અધ્યક્ષતામાં કંમ્બોઈ ધામ ખાતે યોજાયું
Jhalod, Dahod | Nov 2, 2025 આજે તારીખ 02/11/2025 રવિવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારા,સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય મહેશ ભૂરીયા ,દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા.ઝાલોદ 130 વિધાનસભા ભાજપનું સ્નેહ મિલન ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના કંબોઈ ધામના ગોવિંદ ગુરુ મંદિરના પ્રાંગણમાં યોજાયું હતું. આ પ્રસંગે આવેલ સહુ મહેમાનોનું સ્વાગત ઢોલકુંડી સાથે વાજતે ગાજતે કરવામાં આવ્યુ હતું.