માણસા: અંબોડ મહાકાળી માતાજી મંદિરે ભાજપ દ્વારા PMના દીર્ઘાયુ માટે આરતી કાર્યક્રમ: ભાજપ સહ પ્રવકતા જયરાજસિંહ પરમાર હાજર રહ્યા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત ભાજપ દ્વારા 10 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો યોજાનાર છે. જે અંતર્ગત અંબોડ મહાકાળી માતાજી મંદિરે ભાજપ દ્વારા PM મોદીના દીર્ઘાયુ માટે આરતીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 75 વૃક્ષો પણ રોપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપ સહ પ્રવકતા જયરાજસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, બલરામસિંહ ચાવડા હાજર રહ્યા હતા.