આજે તારીખ 09/01/2026 શુક્રવારના રોજ સાંજે 6 કલાકે ઝાલોદ પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર ઝાલોદ પોલીસે ગણતરીના કલાકોમાં અકસ્માતગ્રસ્ત ટ્રક ઝડપી પાડી, ચાલક ફરાર.ઝાલોદ નગરથી કલજીની સરસવાણી તરફ જતા રોડ પર રાજપુર ફાંટા નજીક ટ્રક દ્વારા બાઇકને પાછળથી ટક્કર મારી ગંભીર હિટ એન્ડ રન અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.