દાહોદ: વેસ્ટર્ન રેલ્વેના પ્રિન્સીપલ ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્જિનિયર દાહોદ રોલિંગ સ્ટોક વર્કશોપની મુલાકાતે આવ્યા
Dohad, Dahod | Sep 15, 2025 આજે તારીખ 15/09/2025 સોમવારના રોજ બપોરે 1 કલાકે વેસ્ટર્ન રેલ્વેના પ્રિન્સીપલ ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્જિનિયર રજનીશ કુમાર ગોયલ દાહોદ રોલિંગ સ્ટોક વર્કશોપની મુલાકાતે પધાર્યા.મુલાકાત દરમ્યાન તેમણે વર્કશોપમાં ચાલી રહેલી વિવિધ તકનીકી પ્રક્રિયાઓ, મેન્ટેનન્સ કામો અને આધુનિક સાધનોની કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી. તેમજ અધિકારીઓ અને ઈજનેરો સાથે ચર્ચા કરી કાર્યક્ષમતા વધારવા માટે જરૂરી સૂચનો આપ્યા.