ગાંધીનગર: પેથાપુરમાં 150 વધુ દબાણો દૂર કરવામાં આવ્યા, જમીનની કિંમત 1000 કરોડથી વધુ છે
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેથાપુર વિસ્તારમાં GEB પાછળ નદીકિનારે સરકારી જમીન પર થયેલાં ગેરકાયદે 150થી વધુ દબાણોને દૂર કરવા માટે આજે 18 સપ્ટેમ્બરને ગુરુવારે વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી માટે 10 JCB, 15 આઈવા ટ્રક અને 700થી વધુ પોલીસકર્મચારીઓનો કાફલો તહેનાત કરાયો છે. આ મેગા ડિમોલિશન ડ્રાઈવમાં દબાણકર્તાઓનાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી અંદાજિત 1000 કરોડની એક લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે.