ઝઘડિયા પોલીસ મથક ખાતે વાષિઁક ઈન્સ્પેકશન વિભાગ ઝઘડીયાનાં મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મિણા ની અધ્યક્ષતામાં હાથ ધરવામાં આવ્યું હતું.આ ઈન્સ્પેકશન દરમિયાન પોલીસ દરબાર યોજાયો હતો. તેમજ ઝઘડિયા ની એપીએમસી ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકદરબારમાં મોટી સંખ્યામાં આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઝઘડિયા ટાઉન વિસ્તારમાં રોડ રસ્તા પરના ટ્રાફિક અને ચોરી જેવી ઘટનાઓ અંગે રજૂઆત કરવામા આવી હતી.