સુરત એરપોર્ટ પર નવનિયુક્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષનું ભવ્ય સ્વાગત,રાજ્ય ગૃહમંત્રી સહિત શહેર ભાજપના પદાધિકારીઓ રહ્યા હાજર
Majura, Surat | Oct 12, 2025 ગુજરાતના નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ અને રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા રવિવારે સુરત જિલ્લાના પ્રવાસે આવ્યા છે.રવિવારે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ સુરત એરપોર્ટ આવી પહોંચેલા જગદીશ વિશ્વકર્મા નું ભવ્ય સ્વાગત કરાયું હતું.રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી,વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ,શહેર ભાજપ પ્રમૂખ પરેશ પટેલ સહિતના પદાધિકારીઓ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું.જ્યાં તેઓએ તમામ નું અભિવાદન ઝીલ્યું હતું.જે બાદ તેઓ કcr પાટિલના ત્યાં જવા રવાના થયા હતા.