માંડવી શહેર ભાજપ દ્વારા પરિચય બેઠક અને નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજાયો માંડવી શહેર ભાજપ પ્રભારી છાયાબેન ગઢવી અને સહ-પ્રભારી રવિભાઈ ત્રવાડીની ઉપસ્થિતિમાં પરિચય બેઠક યોજાઈ હતી. જેમાં શહેર પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી સહિતના અગ્રણીઓ દ્વારા વિવિધ મોરચાના નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો, ચેરમેનશ્રીઓ અને કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.